કાંકરેજ તાલુકાના શિહોરીથી થરા નેશનલ હાઇવે પર માનપુર પાસે ગુરુવારે રાત્રે ટ્રેલર ચાલકે અચાનક સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટ્રેલર પલટ્યું હતું. જેમાં ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
રાજસ્થાનના જયપુરથી સફેદ સિમેન્ટ ભરીને ટ્રેલર નંબર આરજે-52-જીએ-6043 મોરબી તરફ જઈ રહ્યું હતું. ત્યારે નેશનલ હાઇવે શિહોરી-થરા રોડ ઉપર માનપુર પાસે ગુરુવારે રાત્રે અચાનક ડ્રાઈવરએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેલર પલટી ખાઇ ગયું હતું. ધડાકાનો અવાજ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ટ્રેલર પલટી ખાતા ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક રામસિંગ મીણા 40 વર્ષિય યુવકની લાશની પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
આ ઘટનાની જાણ શિહોરી પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી. ત્યારે શિહોરી પોલીસએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૃતકના વાલી વારસોને જાણ કરતાં રાજસ્થાનથી મૃતકનો પરીવાર ગુજરાત આવવા રવાના થયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.