પાલનપુર તાલુકાના આંત્રોલી ગામનો એક યુવક રાજસ્થાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન જીપડાલામાં આવેલા શખ્સો તેની પત્નીનું અપહરણ કરી ગયા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ, પાલનપુર તાલુકાના આંત્રોલીના ચકુસિંહ નાથુસિંહ ચૌહાણે રાજસ્થાનના આબુરોડના વાસડા ગામની યુવતી સાથે મંદિરમાં ફેરા ફરી લગ્ન કર્યા હતા. દરમિયાન 11 મેના દિવસે તેઓ ઘરે હતા. ત્યારે સફેદ કલરના જીપડાલામાં આવેલો આબુરોડનો સતીષ સહિત દસ વ્યકિતઓએ ચકુસિંહની પત્નિને મારમારી બળજબરી પૂર્વક જીપડાલામાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.જેને લઈ ચકચાર મચી ગઈ હતી.

આ અંગે ચકુસિંહે તમામની સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.