ડીસા તાલુકાના મુડેઠા ગામના ગોગાપુરા પાસે લગ્ન પ્રસંગે ફટાકડા ફોડતા મંડપમાં આગ લાગવાની ઘટના બની છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામના ગોગાપુરામાં લગ્ન પ્રસંગ હતો. જે દરમિયાન જાન આવતા જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા હતા.
લગ્ન પ્રસંગે ઘરે મંડપ બાંધેલો હોય મંડપમાં ફટાકડો ફૂટતા આગ લાગી હતી. પાંચ મિનિટમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા ચારેય તરફ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રસંગમાં આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ખુલ્લામાં મંડપ હોય પવનના કારણે આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજુબાજુના લોકોએ પાણીનો માર ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
જ્યારે ગામમાંથી પણ પાણીના ટેન્કર બોલાવાયા હતા. જેથી આગ કાબૂમાં આવી હતી. જોકે, આગની ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ ન હતી.