ખેડબ્રહ્મા નગર પાલીકા દ્વારા વાસણા રોડ જતા કચ્છી સમાજવાડી ના ખૂણા પર પીવાના પાણીની લાઈન નાખવાનું જ કામ ચાલુ કર્યું હતું. ત્યારે આ પાઇપ લાઇન નજીક આવેલી ચોમાસુ ગટર પાણીના નિકાલ માટેની કુંડીનું ઢાંકણ તૂટી ગયું હતું. ત્યારે કોઈપણ જાતનું રીપેરીંગ કે ઢાંકણને ઢાક્યા વગર કામ કરતા કોન્ટ્રાક્ટરો અન્ય સ્થળોએ કામ કરવા જતા રહ્યા છે. તો આ ખુલ્લુ ખાડો ક્યારેય કોનો ભોગ લેશે તે અહીં દેખાઈ રહ્યું છે. છતાં અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ હતી કોન્ટ્રાક્ટરને પણ આ વસ્તુનું ધ્યાન જ હશે. પરંતુ નગરોળ તંત્ર દ્વારા આ વસ્તુ ધ્યાને લેવામાં આવી નથી ફરે ક્યારે આ ખાડા ને પુરવા મા આવશે તંત્ર દ્વારા. 

    અહીં 10 થી વધુ સોસાયટીઓના રહીશું અવરજવર કરી રહ્યા છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોની મોટી અવરજવર હોય છે. ગમે ત્યારે મોટું નુકસાન સર્જાશે.