ચાર દિવસમાં 5 મૃતદેહ અને 2 જીવિત યુવકોને બહાર કાઢ્યા, રેસ્ક્યુના સાધનો વગરની સફળ કામગીરી.

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં નગરપાલિકાના ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી છે. આજે મુખ્ય કેનાલમાં એક મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો અને ફાયર ટીમ દ્વારા ચાર દિવસ માં પાંચ મૃતદેહ અને બે યુવકોની જિંદગી બચાવી લીધી હતી. જીવના જોખમે રેસ્ક્યુના સાધનો વગરની ફાયરે કામગીરી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ થરાદ નગરપાલિકાના નાનકડા ફાયર સ્ટેશનની સરાહનીય કામગીરીની સામે આવી છે. નર્મદાની મુખ્ય કેનાલમાં અવરનવર લોકો ઝંપલાવી મોતને ભેટી પડતાં હોય છે જેમાં અને વખત લોકોને જીવિત પણ બહાર નીકાળવામાં આવે છે અને પરીવાર જનોને બોલાવી ફાયર ઓફિસર દ્વારા સમજાવી સોંપવામાં આવે છે. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સાથે આજરોજ વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે તો દરેક પરીસ્થીતી હોય જો કોઈ કોલ આવે તો અમારી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે સરહદી પંથકના કોઈ પણ ગામ સુધી પહોંચી જઇએ છીએ અને કેનાલમાં કોઈ એ ઝંપલાવ્યું હોય કે કોઈ રાહદારીઓ દ્વારા તરતા મૃતદેહ દેખાય અને અમને જાણ કરે તો અમારી ફાયર ટીમ પહોંચી મૃતદેહ ને બહાર નીકળી પોલીસ કે ઓળખ થાય તો તેના પરીવાર ને જાણ કરીએ છીએ. વધુ વાતચીત માં જણાવ્યું હતું કે અમારુ તો ફાયર સ્ટેશન એક નાનકડું છે. અને અને ફાયર નો ત્રણ સ્ટાફ કામગીરી કરીએ છીએ જેમાં કેનાલમાં અમારા જીવના જોખમે પડીએ છીએ અમારા ફાયર સ્ટેશન ખાતે રેસ્ક્યુ ના કોઈ સાધનો નથી જ્યારે અમૂક સમયે તો જીવના જોખમે અમે કામગીરી કરતાં હોઈએ છીએ. ત્યારે છેલ્લા ચાર દિવસમાં ફાયર ટીમને અલગ અલગ 8 જેટલા કોલ મળેલા જેમાં બે કોલ આગ લાગી હોવાના અને બીજી કેનાલમાં લોકો પડ્યા હોવાના કોલ આવેલ હતાં. જેમાં ફાયર ટીમ દ્વારા મુખ્ય કેનાલમાં 6 કોલ આવેલા હતા જેમાંથી પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને બે યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે થરાદ ફાયર બ્રિગેડ દ્વારા સરહદી પંથકમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડ, લીડિંગ ફાયરમેન ધનજીભાઈ પ્રજાપતિ, ડી.સી.ઓ વિજયભાઈ હડીયલ ની સરાહનીય કામગીરી સામે આવી હતી ત્યારે થરાદ નગરપાલિકાના ફાયર સ્ટેશન ને આધુનિક સાધનો ફાયર વાન સહિત સાધનો પુરતાં પ્રમાણમાં આપવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં થરાદ ફાયર ટીમ ની પ્રશંસા કરવામાં આવી રહી છે.

અહેવાલ.ધર્મેશ જોષી થરાદ બનાસકાંઠા