સુરત/ દેશ ઐતિહાસીક વસ્તુઓથી ભરેલ છે. આપણો વારસો અન્ય દેશમાંથી લાવવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં બિનવારસી હાલતમાં ઐતિહાસિક તોપ મળી આવી છે. જેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુરતની જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલ સુરત મહાનગરપાલિકાના પ્લોટ માંથી 14 જેટલી બિનવારસી હાલતમાં ઐતિહાસિક તોપ મળી આવી છે.
જ્યાં દબાણ ખાતાના ઓફિસ હતી અને ઓફિસમાં રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ તોપ દસ વર્ષ પેહલા શહેરમાં કોઈક સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા અને તોપને સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાના પ્લોટમાં મુકવામાં આવ્યા હતા.
આમ તો ઐતિહાસીક વસ્તુની જાળવણી કરવા અને વિદેશથી ઐતિહાસીક વસ્તુ લઈ આવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં મળી આવેલ તોપ કાંટ ખાઈ રહી છે. છેલ્લા દસ વર્ષથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવી નથી. તે ઉપરાંત આ તોપ કેટલા સમય જૂની છે તે સમગ્ર મામલે પુરાતો વિભાગને જાણ કરવાની હોય છે. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા દસ વર્ષમાં તોપને લઈને કરવામાં આવતી યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી નથી. આ તોપનો ઇતિહાસ સુરતના ઇતિહાસ સાથે જોડાયેલો છે તેવું કહી શકાય છે.