ભક્તિ ગીત હર હર શંભુ ગાઈને રાતોરાત સ્ટાર બની ગયેલા ફરમાની નાઝ ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. તેમના આ ગીતને યુ-ટયુબ દ્વારા તેના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. લોકોએ આ ગીતને ઘણો પ્રેમ આપ્યો હતો. ફરમાની નાઝનું આ ગીત બધાની જીભ પર ચઢી ગયું હતું પરંતુ હવે તેના ચાહકો ખૂબ જ નિરાશ થવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાઈટર જીતુ શર્માએ ફરમાની નાઝ પર ગીત ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે, જેના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગીતનું કંપોઝીશન અચ્યુત ગોપી નામની અમેરિકન બ્લેક સિંગરે કર્યુ છે આ અચ્યુત ગોપી ઇસ્કોન સંપ્રદાય સાથે જોડાયેલા છે. જીતુ શર્માનો આરોપ છે કે ફરમાની નાઝે તેને ક્રેડિટ આપ્યા વિના આ ગીત રિલીઝ કર્યું છે. તેના પર કાર્યવાહી કરતા હવે યુટ્યુબે આ ગીતને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે. જો કે, લેખક જીતુ અહીં અટક્યા નથી. તેણે આ ગીત પાછળનું સમગ્ર સત્ય પણ જણાવ્યું છે. એક જાણીતી વેબસાઈટ સાથેની વાતચીતમાં જીતુ શર્માએ જણાવ્યું કે, ફરમાનીનું આ ગીત ૨૩મીએ યુટ્યુબ પર રિલીઝ થયું હતું, પરંતુ અમે અમારા ગીત, તાલ, કંપોઝિશન અને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં પણ અમારું નામ નથી નાખ્યું. તો પણ અમને તેની સાથે કોઈ વાંધો ન હતો પરંતુ જ્યારે તેણે આ ગીતને ઓરિજિનલ કહ્યું તો અમને તે ગમ્યું નહીં. જીતુ શર્માએ વધુમાં કહ્યું કે, મેં આ અંગે યુટ્યુબને ફરિયાદ કરી હતી અને તેમની પાસે કાનૂની દાવો કર્યો હતો, લગભગ ૭-૮ દિવસ બાદ વેરિફિકેશન થયું હતું અને ત્યારબાદ ૧૧ ઓગસ્ટે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું હતું.

વિપુલ મકવાણા અમરેલી