સુરતમાં સિટીલાઈટ ખાતે રહેતા યુવકે એમેઝોનમાંથી એપ્પલના એરપોડ મંગાવી ડિલિવરી બોયને ઓનલાઈન પેમેન્ટનો મેસેજ બતાવી બાદમાં ડુપ્લિકેટ એરપોડ મૂકી ઓરિજનલ કાઢી પાર્સલ પરત આપી છેતરપિંડી કરી હતી. ઉમરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પીપલોદ ખાતે રાજલક્ષ્મી બંગ્લોઝ ખાતે રહેતી 27 વર્ષીય વૈશાલી જગદીશ અવસ્થીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં હિરેન ભીખુભાઇ રાખોલીયા તથા અન્ય ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વૈશાલી એમેઝોન ડીસ્પેચ સેન્ટરમાં કંપનીની એસએલપી સ્પેશિયાલિસ્ટ તરીકે નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 5 જાન્યુઆરીએ સાગર પટેલના એમેઝોન કસ્ટમર એકાઉન્ટ આઈડી નંબર પરથી હિરેન રાખોલિયા નામની વ્યક્તિએ એક એપ્પલ કંપનીનો એરપોડ મંગાવ્યો હતો. જેથી એમેઝોન કંપનીના વેરહાઉઝમાંથી પાર્સલ પેકિંગ કરીને બપોરે ડિલિવરી બોય રવિ પટેલને ગ્રાહક જણાવેલ સરનામે સ્વીટ હાઉસ એપાર્ટમેન્ટ નવમંગલમ્ કોમ્પ્લેક્સની પાસે સીટીલાઇટ મોકલી આપ્યું હતું.