ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક મંગળવારે રાત્રે અજાણ્યો વાહન અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આજુબાજુના લોકો દોડી આવી આશાસ્પદ યુવકને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મહાદેવપુરા ખાતે રહેતાં ચેતનકુમાર અમૃતલાલ ભલાજી કચ્છવા (માળી) (ઉં.વ.આ. 28) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે ડીસાથી બાઇક લઇને મંગળવારે રાત્રે મહાદેવપુરા તરફ આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક અજાણ્યો વાહન અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે આજુબાજુના લોકો દોડી આવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.

જો કે, સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે આશાસ્પદ યુવકનું પી.એમ. ડીસા સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું. આ બનાવથી પરિવારજનો અને ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. માળી સમાજમાં કાલીમાં પ્રસરી ગઇ હતી. જ્યારે બુધવારે સવારે અંતિમ યાત્રામાં માળી સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જેાડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક મંગળવારે રાત્રે અજાણ્યો વાહન અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં યુવકને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતા. જે પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારજનોમાં આક્રંદના દશ્યો સર્જાયા છે.