એલર્ટ : હવે ડ્રગ્સ પરફયુમ, સ્માર્ટ વોચ, તેમજ સિગારેટ ના રૂપમાં પોલીસ રેડ માં ખુલાસો.
અમદાવાદમાં PCB એ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સિંથેટીક એડડીક્ટિવ વેપ મેપ હુક્કા પર કેસ દાખલ કર્યું.
જે ઘડિયાળ અને પરફયુમ ના સ્વરૂપ માં હતા દરિયાપુર જેવા 9 જગ્યાએ દરોડા. ૩ લાખ ના vape જપ્ત.
ત્યારબાદ અમદાવાદ પોલીસ એક્શન માં
ગેરકાયદેસર નાર્કોટીશ ના પદાર્થો, કેફી દ્રવ્યો ની હેરાફેરી તેમજ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બાતમી ના આધાર પર પોલીસ કમિશનર અમદાવાદ તેમજ ઝોન 2 કમિશનર જયદીપસિંહ જાડેઝા પોલીસ કમિશનર સી ડિવિઝન સ્મિત એમ ગોહિલ ની દિશા સૂચના નિર્દેશ થી કારંજ પોલીસ સ્કવોડ સર્વેલન્સ ના પો.સ.ઈ. એસ. આઈ. મકરાણી તથા સ્ટાફે ગેરકાયદેસર નશાખોરી નો વ્યાપ વધતા રોકવા માટે પ્રયત્નશીલ હતા.
વીજળી ઘર સિદી સૈયદ ની જાળી સામે મનીષ માર્કેટમાં શાનદાર નામ ની દુકાનમાં રેડ કરતા યુવાનોનું આરોગ્ય જોખમાય તેવી પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગરેટ, પરફયુમ, ઘડિયાળ સ્વરૂપમાંના ડિવાઇસ ના મુદ્દામાલ સાથે સબ્બીરખાન બચલ ખાન બલોચ રહે, રોઝી બિલ્ડીંગ, ખાનપુર ને દબોચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
V_One News Himmatnagar