ગુજરાત રાજ્યમાં દારૂનો જથ્થો ઠલાવનાર 10 બુટલેગરોને પકડવા સરકારે રોકડ ઇનામ જાહેર કર્યા હતા. જે પૈકી રૂપિયા 25,000 ના ઇનામી બુટલેગરને બનાસકાંઠાના દાંતીવાડામાંથી એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.
ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ લાવી ગુજરાતમાં ઠાલવતા તેમજ ગુજરાતમાં તેઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓમાં પોલીસની પકડથી નાસ્તા ફરતા બુટલેગરોને પકડવા માટે સચોટ માહિતી આપનાર વ્યક્તિને પોલીસ રોકડ ઇનામ આપશે તેવી જાહેરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં બનાસકાંઠા સહિત પાંચ જિલ્લાઓમાં અનેક ગુનાઓમાં નાસ્તા ફરતા 10 મોટા બુટલેગરો સામે રૂપિયા 20,000 થી લઈ રૂપિયા 1,00,000 સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતુ. જે પૈકી રૂપિયા 25,000 ના ઇનામી દાંતીવાડા તાલુકાના રામનગરનો વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલાને એલસીબીની ટીમે દાંતીવાડામાંથી ઝડપી લીધો હતો.