દિયોદરના કુવાતા ગામના 40 વર્ષિય યુવક શનિવારે સવારે ઘરેથી અચાનક ગુમ થઇ ગયો હતો. જેની બે દિવસ બાદ સોમવારે ગામની સીમમાં ઝાડની ડાળીએ ફાંસો ખાધેલી લાશ મળી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિયોદર તાલુકાના કુવાતા ગામના મગનભાઈ ભુદરભાઈ પરમાર (ઉં.વ.40) 27 એપ્રિલે સવારે ઘરેથી અચાનક ગુમ થઇ ગયા હતા. જેની પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે બે દિવસની શોધખોળ કરાયા બાદ સોમવારે કુવાતા ગામની સીમમાં ઝાડની ડાળીએ ગળા ફાંસો ખાધેલી યુવકની લાશ મળી આવી હતી.

આ અંગે મૃતકના ભાઈ ચેહરાભાઈ ભુદરભાઈ પરમારએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલમાં પી.એમ. કરાવી લાશ વાલીવારસને સોંપી હતી.આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ. પી.વી.ધોકડિયા ચલાવી રહ્યા છે.