ડીસાના બાઇવાડાના વૃદ્ધ શનિવારે જાકોલ ગામે જવા નિકળ્યા હતા.ત્યારે ગામડી ગામના પાટિયા નજીક બાઈકને પાછળથી ગાડી ચાલકે જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું હતું. ટક્કર મારી ગાડી મૂકી ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના બાઈવાડાના નારણભાઈ ઠાકોર શનિવારે ગામના રામાજી નાનજીજી ઠાકોરની બહેનનું જાકોલ ગામે મામેરુ હોઇ ગામના જેઠાજી મુળાજી માળીનું બાઈક નંબર જીજે-08-એડી-1036 લઈને મામેરાની સાથે બાઈવાડાથી જવા નીકળ્યા હતા.
ત્યારે ડીસા-થરાદ હાઇવે પર ગામડી ગામનાં પાટિયા નજીક ડીસા તરફથી આવતી ગાડી નં. જીજે-01-ડબલ્યુએ-3862 નાં ડ્રાઈવરે નારણભાઈના બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર નારણભાઈને માથાના ભાગે, જમણા હાથે તથા જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે ગાડી ડ્રાઇવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.
ઇજાગ્રસ્ત નારણભાઇને ગામના જ પ્રકાશજી રામાજી ઠાકોર ગાડીમાં ડીસાની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ડીસાની ખાનગી આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું હતું. જેની નારાયણભાઈના ભત્રીજા પ્રકાશભાઈએ ભીલડી પોલીસ સ્ટેશનને ગાડી ચાલક વિરુધ ફરિયાદ નોંધાવી હતી.