42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે

વરસાદ:

માંડવી-ઉમરપાડામાં

ધોધમાર, સુરતમાં ધીમીધારે, ભાવનગરમાં ઝરમર, કેરીના તૈયાર પાક પર માવઠાની માઠી અસર થી ખેડૂતો ચિંતિત .

હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યાં છે. ભરઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે, હાથમાં આવેલો કોળિયો માવઠાથી છિનવાય ન જાય. જ્યારે માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.પાટીલની બાઈક રેલીમાં વરસાદ

નવસારીના બીલીમોરા શહેરમાં ધીમીધારે

વરસાદ શરૂ થયો છે. 

આજે બીલીમોરામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની બાઈક રેલીમાં વરસાદ શરૂ થતા લોકો ભીંજાય ગયા છે. બાઈક રેલીમાં 200થી વધુ યુવાનો જોડાયા છે.વડોદરામાં વરસાદથી ઠંડક પ્રસરી ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ અસહ્ય બફારા વચ્ચે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ એરંડા અને તુવેરના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી માહોલને લઈ છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે શહેરના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.