પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. ૦૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા અજાણી મહિલાને બે નાના બાળકો સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. આ મહિલા સાથે કાઉન્સીલીંગ કરતા મહિલા પોતાનુ અલગ અલગ સરનામું બતાવતા હોઇ ને પોતે જે બોલે તે કૈ સમજાતુ ન હતું, પરંતુ તેમની બોલીને જુદા-જુદા સરનામા પર શોધ ખોળ કરતાં ચાર દિવસ પછી જાણવા મળ્યું કે આ મહિલા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાલા ગામના રહેવાસી છે. આ સરનામે તપાસ કરતા બેનનો પરિવાર મળી આવ્યો હતો. પરિવારને આ મહિલાની જાણ કરતા આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતાં સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠામાં તેમના પરિવારમાંથી મહિલાના પતિ મહિલા અને બે બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે આ મહિલા અને તેમના બે બાળકોને મહિલાના પતિને સોંપવામાં આવ્યા હતા. મહિલાના પતિ જાતેજ આવીને પોતાની પત્ની અને બે બાળકોનો કબજો મેળવ્યા બાદ પોતાના બે બાળકો અને પત્નીને સહિ સલામત જોઇને ખુબ જ લાગણીભર્યા શબ્દોથી સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગરનો અને સરકારનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  আজাদী কা অমৃত মহোৎসৱ।ছিপাঝাৰতো শক্তি বিভাগৰ বিজুলী মহোৎসৱ। 
 
                      দেশৰ প্ৰত্যেক গাঁৱতে বিজুলী সংযোগৰ লক্ষ্যৰে চৰকাৰে লোৱা আঁচনি এতিয়া সফলতাৰ পথত। শক্তি বিভাগৰ...
                  
   પોલીસે વાવ ગામેથી દેશી દારૂ ઝડપ્યો 
 
                      પોલીસે વાવ ગામેથી દેશી દારૂ ઝડપ્યો
                  
   New Toll Rules: GNSS आने के बाद आपकी विंडशील्ड में लगे फास्टैग का क्या होगा? नया सिस्टम कैसे करेगा काम 
 
                      Fastag Vs GNSS New System ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम बेस्ड टोल कलेक्शन सिस्टम को लेकर सरकार...
                  
   ઓખા  ગામે  રીક્ષા અડચણ ઉપર  રાખતા પોલીસે. ગુન્હો. નોધીયો 
 
                      ઓખા ગામે રીક્ષા અડચણ ઉપર રાખતા પોલીસે. ગુન્હો. નોધીયો
                  
   
  
  
  
   
   
  