લાખણી પંથકની યુવતીનો વિડીયો એડીટિંગ કરી બિભત્સ ટિપ્પણી કરનારા શખ્સને પાલનપુર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધો હતો.
ભાભર તાલુકાના મીઠા ગામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાખણી પંથકમા થોડા દિવસ પહેલા એક યુવતીએ સમાજને સત્ય વાતની જાણ કરવા અને ગેરસમજ દૂર થાય તે માટે એક વિડિયો બનાવી સોશીયલ મિડીયામાં મૂક્યો હતો.શુક્રવારે તે એક યુવકે એડીટિંગ કરી વચ્ચે અભદ્ર ચેષ્ટાઓ કરી બનાવટી વિડિયો ઇન્સ્ટા ગ્રામ દ્વારા વાયરલ કર્યો હતો.
જેથી યુવતીના પિતાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક તથા તેના મળતીયા વિરુધ સાયબર ક્રાઇમમા ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પીઆઇ એસ. કે. પરમારે જણાવ્યું હતુ કે, અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવા તે શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ ધારક લગત ટેકનિકલ સર્વેલન્સ આધારે જરૂરી સચોટ માહિતી એકત્રિત કરીને મીઠાના આરોપી વિક્રમભાઇ લેરાજી ઠાકોર (ઉ.વ. 23) ને ઝડપી લીધો હતો. યુવતીના પિતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.