ડીસા માં પાટણ અને બનાસકાંઠા ના ક્ષત્રિય સમાજ ના આગેવાનો ની બેઠક યોજાઈ..

બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદીત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે, આજે ડીસા ખાતે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો એ અગત્યની બેઠક યોજી ગુજરાતમાં ભાજપને તમામ સીટો પર હરાવવા માટેની રણનીતિ હતી..

પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોસ ભભુકી ઉઠ્યો છે, ત્યારે આજે ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ જૈન વિહારધામ ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ની બેઠક યોજાઇ હતી, જેમાં ભાજપ એ ક્ષત્રિય સમાજ ની માંગણીઓ સ્વીકારી રૂપાળાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિયો માં ભારે રોષ ફેલાયો છે..

તેમજ આગામી ચૂંટણીમાં ગામડે ગામડે જઈ ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે કમળ કા ફુલ હમારી ભૂલ વિશે લોકોને સમજાવી ભાજપ વિરોધી મતદાન કરી કોંગ્રેસ ને બહુમતીથી જીતાડવા માટેના પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો..

આ અંગે ક્ષત્રિય સમાજ ના આગેવાન બહાદુરસિંહ વાઘેલા અને રમેશસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા એ કરેલી ક્ષત્રિય સમાજ વિશેની વિવાદિત ટિપ્પણી ના વિરોધમાં આજે ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ની બેઠક યોજાઈ હતી..

જેમાં ભાજપ એ અમારી માગણીઓ સ્વીકારી નથી એટલે હવે અમે આગામી સમય માં ભાજપ ના વિરોધમાં ગામડે ગામડે જઇ પ્રચાર કરીશું અને કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા માટે મદદ કરીશું..

ગુજરાત માં તમામ સીટો ઉપર ક્ષત્રિયનો એક પણ વોટ ભાજપ ને નહીં મળે તે માટેની રણનીતિ ઘડી છે..