73 મો વનમહોત્સવ જિલ્લા લેવલનો બાઢડા ખાતે રાખવામાં આવેલ જેમાં ફોરેસ્ટ વિભાગ દ્રારા આયોજન કરેલ અને અમરેલીના કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા માંજી ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી માંજી ધારાસભ્ય વલ્લભભાઈ વઘાસિયા. તેમજ સામાજિક કાર્યકર. રાજકીય આગેવાનો. વન વિભાગ માંથી પ્રિયંકાબેન ગેહલોત. અલગ અલગ ગામો થી આવેલ સરપંચ શ્રીઓ અને સામાજિક સંસ્થાઓ એ હાજરી આપેલ હતી
.જૂન - જુલાઈ 2022ના ચોમાસામાં શ્રી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી દ્વારા પીડીલાઈટ મુંબઈના સહયોગ થી ખડસલી ક્લસ્ટર ના આજુબાજુ ના 21 ગામોમાં વૃક્ષારોપણ કરેલ અને રોપા વિતરણ 25000 નંગ રોપાઓ - ગ્રામ પંચયતો,મંદિરો,પ્રાથમિક શાળાના મેદાન માં અને ખેડૂતોને બાગાયત રોપાઓ જેવાકે જામફળ - સીતાફળ - લીંબુ - દાડમ - સરગવા - ફૂલછોડ વગેરે રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. આ સંસ્થાની કામગીરીને બિરદાવામાં આવેલ. જે અંતર્ગત સંસ્થાને ગ્રામ bhi સેવા કેન્દ્ર ખડસલી અને ત્રીવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી ના સેન્ટરના ઈનચાર્જ શ્રી હીરાભાઈ દિહોરા અને ગ્રામ સેવા કેન્દ્ર ના નાનજીભાઈ મકવાણા ને પ્રમાણપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવેલ...
રિપોર્ટ અનિલ ત્રિવેદી ખડસલી