ડીસા તાલુકાના નવા ગામે રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં અપાતી સુવિધાઓ, સેવાઓ અને લાભો વિશે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી.

ડીસા તાલુકાના નવા ગામે તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરાયું હતું. જેમાં અધિકારીઓએ ગ્રામજનોને તમામ વિભાગોની વિવિધ સવલતો અને યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતા. સાથોસાથ સરકાર દ્વારા અપાતી સુવિધાઓ, સેવાઓ અને લાભો વિશે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી.

ડીસા તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલે રાત્રિ ગ્રામ સભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો, રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સુચના આપી હતી. તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનોને સરકારી યોજનો મહત્તમ લાભ મળે તેના માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ રાત્રિ ગ્રામ સભામાં વિસ્તરણ અઘિકારી, નરેગા કર્મચારી સહિત પંચાયતના આરોગ્ય, મેલેરીયા, ખેતીવાડી, પશુપાલન, બાંધકામ, સિંચાઈ આઈસીડીએસ, અધિકારીઓ કર્મચારીઓ અને નવા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગિરીશભાઈ અટોષ અને સરપંચ કુંવરજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.