છેલ્લા ૧૨ વર્ષથી ડાકોર પો.સ્ટેના અપહરણ/એટ્રોસીટી એક્ટ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ

મહે.ડી.જી.પી/આઇ.જી.પી સાહેબ નાઓ તરફથી આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય તે અનુંસંધાને આપેલ નાસતા ફરતા ડ્રાઇવ અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળગ ગત તા.૧૭-૦૪-૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફના, હેડ.કો.ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા પો.કો.હિરેનકુમાર જયંતીભાઇ, પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ, પો.કો.નિલેશકુમાર કનુભાઇ નાઓને ડાકોર પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપી અમીતકુમાર બળદેવભાઇ પંડયા. હાલ.રહે. મોરાઇ રૂમ નં ૪૦૨, વિરાજ વાટીકા રેસીડન્સ તા વાપી જી.વલસાડ મુળ રહે. ડાકોર નવી નગરી ડુંગરા ભાગોળ તા.ઠાસરા જી.ખેડા નાઓ ડાકોર પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર પ૩/૧૨ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ એટ્રોસીટી એક્ટ ૩(૨)(૫) મુજબના ગુનાઓમાં નાસતા ફરતા હોય જે અંગેની સંયુક્ત બાતમી હકીકત હેડ.કો.ઋતુરાજસિંહ તથા પો.કો.નિલેશકુમાર નાઓને મળેલ જે અધારે ઉક્ત જણાવેલ આરોપીને ઉપરોક્ત ગુનાઓના કામે પકડી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.

કામગીરી કરનાર એલ.સી.બી. શાખાના અધિ./કર્મચારીઓ-

(૧) પો.ઇન્સ. શ્રી કે.આર.વેકરીયા, (૨) હેડકો. શ્રુતુરાજસિંહ ગોપાલસિંહ (૩) પો.કો.નિલેશકુમાર કનુભાઇ (૪) પો.કો.હિરેનકુમાર જયંતીભાઇ (૫) પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ (૬) પંકજકુમાર સોમાભાઇ