સલમાનના ઘરે થયેલા ફાયરિંગમાં રોહિત ગોદારા ગેંગનું નામ સામે

આવ્યું: CCTVમાં કેદ થયો શૂટર કાલુ, લોરેન્સ માટે કામ કરે છે રોહિત ગોદારા 

મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સલમાન ખાનના

ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે

થયેલા ફાયરિંગના મામલામાં પોલીસને

હવે ફાયરિંગ કરનાર અને કોણે કરાવ્યું

તેની નક્કર માહિતી મળી છે. લોરેન્સ

ગેંગના અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર

અને રોહિત ગોદારાએ ફાયરિંગ કરાવવાની

જવાબદારી લીધી છે. સલમાનના ઘરની

બહાર ફાયરિંગ કરનાર શૂટર વિશાલ ઉર્ફે

કાલુ છે, જે રોહિત ગોદારા ગેંગનો છે.

સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો દેખાય છે રવિવારે સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી હતી. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં છે. આ સાથે, 29 ફેબ્રુઆરી 2024 ના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જે હરિયાણાના રોહતકમાં એક ઢાબાના છે.

આમાં જોવા મળેલો શૂટર કાલુનો ચહેરો મુંબઈમાં સલમાનના ઘરની સામે લાગેલા CCTV ફૂટેજમાં જોવા મળેલા વ્યક્તિના ચહેરા સાથે મેળ ખાય છે. સલમાન ખાનના ઘરની બહાર કાલુ ઉર્ફે વિશાલ રાહુલે ફાયરિંગ કરી હોવાની શક્યતા છે.

અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા જવાબદારી લીધી

આ પહેલાં રવિવારે ફેસબુક પોસ્ટમાં

અમેરિકામાં છુપાયેલા ગેંગસ્ટર અનમોલ

બિશ્નોઈએ કબૂલાત કરી હતી કે સલમાન

ખાનના ઘર પર ફાયરિંગ જૂની અદાવતના

કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં

આવ્યું હતું. શરૂઆતમાં પોલીસે પણ આ

ફેસબુક પોસ્ટને ગંભીરતાથી લીધી ન હતી,

પરંતુ સીસીટીવી ફૂટેજ દ્વારા ગોળીબાર

કરનારાઓના ચહેરા સામે આવતા જ

સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ ગઈ હતી.

કોણ છે વિશાલ રાહુલ ઉર્ફે કાલુ?

કાલુ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાનો ખાસ શૂટર છે. રોહિત ગોદારા લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો