નાગદેવ ક્યારેય દૂધ પીતા નથી. નાગપંચમી એ નાગદેવની પુજા કરી રક્ષણ કરવું જરૂરી. સર્પવિદ અશોકભાઈ સાંખટે સર્પની સુરક્ષા કરવા કરી અપીલ. ભારત દેશમાં દર વર્ષે સાપ કરડવાને કારણે લગભગ ૪૦ હજારની આસપાસ લોકોના મૃત્યુ થાય છે.અને ગુજરાતમાં દર વર્ષે ૧ હજાર આસપાસ લોકોના મોત થાય છે. હજારો વર્ષથી અસંખ્ય લોકોમાં એવી માન્યતા છે કે નાગદેવતા દૂધ પીવે છે,ના આ સત્ય (સાચું ) નથી.શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારોનું અનેરું મહત્ત્વ હોય છે. તેમાં આદિકાળ થી નાગપંચમી નું વિશેષ મહત્ત્વ હોય તે સ્વાભાવિક છે. સાપ દુધ પીવે છે..!!? તે સવાલ રિપોર્ટર અતુલ શુક્લે રાજુલાના સર્પવિદ - સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઈ સાંખ સાંખટ ને પૂછતા જણાવેલ કે નાગદેવતા ક્યારેય દૂધ પીતા નથી.વધુમાં જણાવેલ કે સાપને દૂધ નહિ જીવતદાન આપો.અંધશ્રદ્ધાળુ લોકો મંદિર કે રાફડા ઉપર દૂધ ચડાવતા જોવા મળે છે.જ્યારે કોઈની ઘરે સાપ આવી ચડે ત્યારે કરડી જશે એવી બીકથી દંડાથી અથવા બીજા કોઈ હથીયાર થી મારતા હોય છે,અથવા મારી નાખતા હોય છે. અશોકભાઈને કહેવું છે કે સાપ કરતા માણસ વધુ ઝેરી હોય છે. યુગો - યુગોથી સાપ પૃથ્વી ઉપર વન્યસૃષ્ટિ મા મહત્વનું સ્થાન ધરાવે છે.વિષ્ણુ ભગવાન ની છૈયામા નાગદેવતા હતા.ઈશ્વરે રચના કરેલ આ સૃષ્ટિ ઉપર દરેકને જીવવાનો અધિકાર છે.નાગપંચમીના પર્વ ( તહેવાર) પર સર્પો ઉપર અત્યાચાર ન કરવા જાહેર જનતાને અશોકભાઈ સાંખટે અપીલ કરી છે.કોઈપણ વ્યક્તિ સાપ વિશે અંધશ્રદ્ધા ફેલાવતું હોય તો સર્પ સંરક્ષણ મંડળ રાજુલાના પ્રમુખ અશોકભાઈ સાંખટ ને મોબાઈલ નંબર ૯૮૨૪૨૫૭૦૭૦. નંબર પર જાણ કરવા જણાવેલ છે.

અહેવાલ -

અતુલ શુક્લ દામનગર. સાથે વિપુલ મકવાણા અમરેલી