ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની કાલોલ ખાતે ઉલ્લાસભેર થયેલી ઉજવણી.
ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ ના ઉપક્રમે
બાબા સાહેબની પ્રતિમા પાસે આઈ લવ બાબા સાહેબનું ડીઝીટલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું.તથા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 133મી જન્મ જયંતી નિમિત્તે કાલોલ મામલતદાર કચેરી પાસે આવેલ બાબાસાહેબ ની પ્રતિમા એ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, કાર્યકરો, રાજકિય આગેવાનો,ભીમવંશજો એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર નગરને બાબાસાહેબ ના ઝંડાઓથી અને તોરણો થી શણગારવામાં આવ્યું હતું.ભારતના સંવિધાનના સર્જક અને ભારત રત્ન, દલિતોના મસીહા,પીડિતો,શોષિતઓના ઉદ્ધારક,કલમના બાદશાહ, વિશ્વ વિભૂતિ મહિલાઓના ઉદ્ધારક બોધી સત્વ એવા આ મહા માનવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે ત્યારે કાલોલ ખાતે પણ આઈ.ટી.આઈ કોલેજ પાસેથી ડીજે સાથે બગીમાં બાબાસાહેબની પ્રતિમા રાખી હર્ષોઉલ્લાસ સાથે સમગ્ર કાલોલ નગરમાં બાઈક રેલી, કાર રેલી માં વિશાળ સમુદાયમાં સૌ સાથે જોડાઈ બાબા સાહેબનો જન્મદિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીજેના તાલે બાબાસાહેબના ગીતો, ભજનો વગેરે વગાડી સમગ્ર નગરને ભીમ મય બનાવી દીધું હતું.ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પંચમહાલ લોકસભાની બેઠકના મુખ્ય બે પક્ષોના ઉમેદવારોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.