ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં હાલ જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન શરૂ છે. તો બીજી બાજૂ રણમાં અસહ્ય તાપમાન અને ગરમીના કારણે અવાર-નવાર ધુળની ડમરીઓ ઉડતી હોય છે. ત્યારે ખારાઘોડા રણમાં આવેલા નારણપુરા હોજ પાસે ધુળની ડમરીઓ વચ્ચે સામસામે આવતા બે ટ્રકચાલકોએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક પલટી મારી ગઈ હતી, જ્યારે બીજા ટ્રકને મોટાપાયે નુક્સાન પહોંચ્યું હતું. ટ્રકના ચાલકો પોલાભાઈ બાથાણી અને ભાવેશભાઈ બાથાણીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બન્ને ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલક પોલાભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ટ્રકચાલક ભાવેશભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ બનાવની જાણ થતાં રણમાં લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.હાલ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન ચાલી રહી છે, ત્યારે લાયસન્સ વગર અનેક ટ્રકો દોડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને ધ્યાને લઈ પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પંજાબ જીતવાની તૈયારીમાં ભાજપ, આગામી વિધાનસભા ચૂંટણીમાં આ રણનીતિ અપનાવશે
 
 
                      
શિરોમણી અકાલી દળના પડછાયામાંથી સમગ્ર પંજાબમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા...
                  
   ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ 
 
                      ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
                  
   কণ্ঠশিল্পী বৰ্ণালী কলিতাই আমেৰিকাৰ নায়াগ্ৰা জলপ্ৰপাতত কটাইছে মধুৰ সময় 
 
                      কণ্ঠশিল্পী বৰ্ণালী কলিতাই আমেৰিকাৰ নায়াগ্ৰা জলপ্ৰপাতত কটাইছে মধুৰ সময়
 
#niagarafalls...
                  
   नायडू बोले- लोग ज्यादा बच्चे पैदा करें:जिनके 2 से ज्यादा, वही चुनाव लड़ेंगे; आंध्र में सबसे कम जन्म दर 
 
                      आंध्र प्रदेश के CM एन चंद्रबाबू नायडू ने कहा कि राज्य में लोगों की बढ़ती औसत उम्र चिंता का विषय...
                  
   
  
  
  
  