વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुजरात में बारिश से 26 की मौत; दिल्ली-NCR में कई इलाके डूबे
देश के पश्चिमी और पूर्वोत्तर भाग में भारी बारिश हो रही है। मौसम विभाग (IMD) ने गुरुवार (29 अगस्त)...
અમરેલી જિલ્લાના નાગરિકોને પરીવહન સગવડ માં ઉમેરો થયો. ૨૨ અલગ અલગ બસ ફાળવાઈ
અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી ૨૨ અદ્યતન બસને મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ...
તળાજા શહેરના ધનબાઈ ચોક પાસેથી ઈંગ્લીશ દારૂ 240 બોટલ સાથે ઇસમ ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર...
Breaking News: India का नाम Bharat रखने की खबर पर बरसे Adhir Ranjan, कहा- राष्ट्रपति भवन छोड़ दीजिए
Breaking News: India का नाम Bharat रखने की खबर पर बरसे Adhir Ranjan, कहा- राष्ट्रपति भवन छोड़ दीजिए