ડીસામાંથી મોબાઈલ ચોરી કરનારા શખ્સને પોલીસે ઝડપી લધો હતો.

ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ગુરુવારે મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો. જે અનુસંધાને પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનીકલના આધારે ચોરીમાં ગયેલ મોબાઈલ એક શખસ ડીસા ફુવારા સર્કલ પાસે વેચવા આવેલ હોવાની બાતમી મેળવી હતી.

જે બાતમીના આધારે તાત્કાલિક રેડ કરી તેને પકડી પુછપરછ કરતા તેણે મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી. જેથી આરોપી રવિભાઈ અશોકભાઈ મોચી (રહે.ડીસા સિન્ધી કોલોની, અંબે માતાના મંદિરની પાછળ) પાસેથી ચોરીના મોબાઈલ નંગ-2, કિંમત રૂ.20,499 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.