વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं