બે રોકટોક વાગતા ડીજે સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે શુક્રવારે કાલોલ પોલીસ મથકે સીની પીએસઆઈ સી બી બરંડા ની અઘ્યક્ષતા મા કાલોલ અને આસપાસનાં ડીજે સંચાલકો, ઓપરેટરો ની બેઠક યોજાઈ હતી. લગ્ન પ્રસંગ, સામાજીક કાર્યક્ર્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મા ડીજે વગાડતા હોય છે.ગુજરાત હાઈકોર્ટે ના હુકમ બાદ પોલીસે વધુ અવાજે વાગતા ડીજે તેમજ સમય મર્યાદા બહાર વાગતા ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરવા ચેતવણી આપી સવારે છ વાગ્યે થી રાત્રે દશ સુઘી જ ડીજે વગાડી શકાશે અને સમય મર્યાદા પછી ડીજે વાગશે તો કાર્યવાહી થશે તેમજ વધુ અવાજે ( નક્કી કરેલ ડેસિબલ થી વધારે અવાજ વાળા) ડીજે વાગશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. નક્કી કરેલ લિમિટ કરતા વધુ અવાજે વાગતા ડીજે ને કારણે આસપાસનાં લોકો હેરાન થાય છે હાર્ટ બીટ વધી જાય છે કાનને નુકશાન થાય છે અને બાળકોને પણ અસર થાય છે. જેથી ડીજે મા સાઉન્ડ લિમિટ લાગેલ હોવી જોઇએ અને ડીજે સિસ્ટમ વેચનારે પણ સાઉન્ડ લિમિટેશન લગાવેલ હોવા જોઇએ તેવુ સરકારનુ જાહેરનામુ છે અને તેથી લીમિટેશન વગરના ડીજે ભાડે રાખી શકાય નહીં.લગ્ન ,સરઘસમાં ઉપયોગમાં લેવાતા ડીજે ટ્રક સામે પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ની પરવાનગી વિના વાહનોમાં ફેરફાર કરવામાં આવે છે. ધ્વની પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે જરુરી કાર્યવાહી કરવા
સાઉન્ડ લિમિટ ઇન્સ્ટોલ કરવા જણાવ્યુ હતુ. સરકારી કચેરી, હોસ્પિટલ, સ્કુલ, ધાર્મીક સ્થળો, કોર્ટે ની ૧૦૦ મીટર નજીક ડીજે વગાડી શકાશે નહીં કાલોલ પોલીસ દ્વારા બોલાવેલ બેઠકમા મોટી સંખ્યામાં ડીજે સંચાલકો હાજર રહ્યા હતા