ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ ચેરમેન તરીકે પ્રતિકભાઇ પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી થતા બંને આજે રાજકીય સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 25 જાન્યુઆરી 2024 ના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ 11 ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયા હતા. ત્યાર બાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આવતા ચેરમેન તરીકે પ્રતિકભાઇ ત્રિભોવનદાસ પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈની નામનો મેન્ડેડ આવતા બન્નેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં હતા.
ત્યારબાદ આજે ચેરમેન પ્રતિકભાઇ પઢિયાર અને વાઇસ ચેરમેન હંસાબેન દેસાઇ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા, ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, કાંકરેજ વિધાનસભાના પ્રભારી કે.ટી.માળી, ડીસા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશભાઇ પટેલ, હકમાજી જોષી, પ્રકાશભાઇ દવે, પ્રણવભાઇ પઢિયાર, અશોકભાઇ પઢિયાર, દશરથભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે રાજકીય સામાજીક અને સહકારી અગ્રણીઓએ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિકભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, ડીસા તાલુકા સંઘે ખેડૂતોની સંસ્થા છે. તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું.