DEESA // ડીસામાં જુનાડીસા ગામે પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ..
બનાસકાંઠામાં શહેર બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ અસામાજિક તત્વો અને શાંતિ દોડવાનો પ્રયાસ કરતા લોકો પર લગામ રાખવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે, ત્યારે આજે જુના ડીસા ગામમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી..
લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબંધ બની છે, જે અંતર્ગત ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ એ.વી દેસાઈ ના માર્ગ દર્શન હેઠળ જૂનાડીસા ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી..
જેમાં ડીસા તાલુકા પીએસઆઈ ડી.કે ચૌધરી, બીટ જમાદાર ભરતભાઈ પુનડીયા અને બીએસએફ ના જવાનો સહિત ડીસા તાલુકા પોલીસ જવાનો ફ્લેગ માર્ચ જોડાયા હતા..
જેમાં જૂનાડીસા ખાતે ડીસા પાટણ હાઇવે થી ખોડીયાર ચોક, સદર બજાર, ત્રણબત્તી, જૂનાડીસા હાઈસ્કુલ સહિત ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત ભરી હતી..