કોપરણી ગામના અને હાલ ધ્રાંગધ્રા ખાતે રહેતા બલભદ્રસિંહ પ્રવિણસિંહ ઝાલાએ કોપરણી ગામના રંજનબેન અમથુભાઇ કોળી પાસેથી વર્ષ ૨૦૨૨માં રૂપિયા પ.૨૧ લાખનાં ખેતીની જમીન ખરીદી કરી હતી. ત્યાર બાદ આ જમીનમાં એરંડાનું વાવેતર કરી પાક લેવા જતા હતા, તે દરમિયાન કોપરણી ગામના જ વિક્રમભાઇ કરણાભાઇ કોળી ત્યાં ધારિયું લઇ ધસી આવ્યા હતા અને તમારે આ ખેતર ખેડવાનું નથી અને હવે ખેતરમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.વધુમાં, આ ખેતરમાં તમારે ખેડાણ કરવું હોય તો રૂપિયા ૪ લાખ આપવા પડશે તેવુ કહ્યું હતુ. ત્યારે આ મામલે બલભદ્રસિંહ જાડેજા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કોપરણી ગામના વિક્રમભાઇ કરણાભાઇ કોળી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.