માર્ગ સલામતી માસની ઉજવણી

જાન્યુઆરીમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ જાન્યુઆરીથી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે..

 માર્ગ સલામતી સંકલ્પ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ તેમજ આરટીઓ કચેરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ સાબરકાંઠા જિલ્લા આરટીઓ અધિકારીના નેજા હેઠળ શાળાના બાળકો સહિત સ્ટેટ હાઇવે પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાજનોને એક મહત્વનો માર્ગ સુરક્ષા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં* જમણે ડાબે અને ફરીથી જમણી બાજુ જોયા બાદ જીબ્રા ક્રોસિંગ નો ઉપયોગ કરીને રસ્તો ઓળંગીશું. પગપાળા પ્રવાસ દરમિયાન જ્યાં ફૂટપાથ ન હોય ત્યાં ટ્રાફિકની સામેની દિશામાં ચાલીશું .ડ્રાઇવિંગ લાઇસન્સ લીધા બાદ જ વાહન ચલાવીશું. અમારા પુત્ર પુત્રી જરૂરી યોગ્યતા મેળવે તેના પછી જ તેમને વાહન હંકારવા આપીશું અતિ સ્પીડથી વાહન હંકારવાનું ટાળીશુ. માર્ગ પર ચાલતા કે વાહન ચલાવતા મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળીશું. ટ્રાફિકને લગતા તમામ નિયમોનું પાલન કરીશું

કાર ચલાવતી વખતે ચુસ્ત રીતે બકક્લ બાંધવું વાહને યાંત્રિક રીતે ફીટ રાખવો વાહન ચલાવતી વખતે મોબાઈલ નો ઉપયોગ ન કરીએ બાઈક ચલાવતા ફરજિયાત હેલ્મેટ નો ઉપયોગ કરીએ નશો કરેલી હાલતમાં કોઈ દિવસ વાહન ન ચલાવીએ તેવા સૂત્રોચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા આર ટી ઓ ટી.બી મકવાણા તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર જે એચ મિસ્ત્રી બી એમ ચાવડા આર એમ સથવારા જે એમ દેસાઈ તેમજ

સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ,pc ઉદીપ ,pc અનિરુધસિહ 

ખેડબ્રહ્મા ટ્રાફિક જમાદાર પરેશ ભાઈ બારોટ આ કામગીરીમાં જોડાયા હતા અને સુંદર સુવિચારો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાલક્ષી સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો