ડીસા પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાઇ છે. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સુતા હતા તેમજ મોડી રાત્રે નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગૅસ સગડી ચાલુ કરવા જતાં જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગતાજ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાજી જતા ઈજા પહોંચી હતી. બનાવને પગલે જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં બે દિવસ બાદ સારવાર દરમિયાન સુરભીબેન માળી મોત થયું છે.
નવ માસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી
ડીસાની આકાશ વિલા સોસાયટીમાં રહેતી સુરભીબેન ગણપતભાઇ માળી જેઓ રાત્રિના સમયે નવ માસની દિકરી માટે દૂધ ગરમ કરવા માટે ગયા હતા. ત્યારે અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જોતજોતમાં મહીલા ગંભીર રીતે દાઝી ગઇ હતી. જ્યારે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી પરંતુ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાઇ હતી પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પરિવાર અને માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.
મહીલાઓને ગેસના બાટલા રસોડાની બહાર મૂકવા અપિલ
ગેસના બાટલા ક્યારેક અચાનક લીંકના કારણે મોટી હોનારત સર્જાય છે. ત્યારે મહીલાઓને ઘરમાં બાટલા ન મૂકવા અપિલ કરાઇ છે. ત્યારે ગેસના બાટલા બહાર મૂકાય તો જીવ બચાવી શકાય છે. આગામી સમયમાં જો મહીલાઓ ગેસના બાટલા બહાર મૂકે તો મોટી હોનારત સર્જાય તે પહેલાં બચી શકાય તેવી અપિલ કરાઇ છે.