કાલોલ કોંગ્રેસ હાઉસ ખાતે પંચમહાલ લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણની હાજરીમાં બેઠક યોજાઈ

કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા 18 પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ની એક બેઠક કોંગ્રેસ હાઉસ ખાતે શુક્રવારે બપોરે મળી હતી જેમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકમાં હાલોલના માજી ધારાસભ્ય ઉદેસિંહ બારીયા, અજિતસિંહ ભાટી તથા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ રાઠોડ કાલોલ કોંગ્રેસના કિરણભાઈ પરમાર પ્રદ્યુમનસિંહ પરમાર ભુપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાદવ નર્વશી પરમાર કાજલબેન પરમાર અશોકભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા બેઠકને સંબોધિત કરતા ઉદેસિહ બારીયા એ કોંગ્રેસના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવવા માટે અપીલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા દરેક કાર્યકરોનો આભાર માની પંચમહાલ લોકસભા મતવિસ્તારના તમામ પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ મા જવાના આક્ષેપ અંગે ગુલાબસિંહ એ જણાવ્યું હતું કે ભાજપમાં જવાનો પ્રશ્ન જ રહેતો નથી કારણ કે કોંગ્રેસે મને ધારાસભ્ય તેમજ હાલમાં લોકસભા નુ મેન્ડેટ આપ્યુ છે. મહીસાગર જીલ્લાના કૉંગ્રેસ પ્રમુખ ની પણ જવાબદારી આપી છે ત્યારે હુ કૉંગ્રેસ માજ રહેવાનો છુ તેમ જણાવ્યુ હતુ.