કોંગ્રેસ નેતા કેઆર રમેશ કુમારે કહ્યું કે, અમે પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીના નામ પર 3-4 પેઢીઓ આરામથી ખાય તેટલું ઘણું કમાઈ લીધું છે. હવે બલિદાનનો સમય છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર પર છે. ગુરુવારે ED અધિકારીઓએ આ કેસમાં સોનિયા ગાંધીની પણ પૂછપરછ ચાલુ છે તે વખતે કર્ણાટકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ કુમારનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે પોતાના નિવેદનમાં કંઈક એવું કહ્યું કે હવે તેઓ પોતે જ કોંગ્રેસ માટે મુશ્કેલી બની ગયા છે.
વાસ્તવમાં, EDની પૂછપરછ વચ્ચે, કોંગ્રેસ નેતાએ કહ્યું, “અમે નેહરુ, ઇન્દિરા અને સોનિયા ગાંધીના નામ પર અમારી ત્રણ-ચાર પેઢીઓ બેઠબેઠા ખાઈ શકે તેટલા રૂપિયા કમાયા છે.” હવે જો આપણે તેમના માટે બલિદાન ન આપી શકીએ તો તે સારું કહેવાય નહીં
કોંગ્રેસ નેતા રમેશ કુમારે ભલે સોનિયા ગાંધીના સમર્થનમાં આ નિવેદન આપ્યું હોય, પરંતુ હવે તેમનું નિવેદન કોંગ્રેસ માટે મુસીબત બની ગયું છે.
પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીના નામે આપણે 3-4 પેઢીઓથી ઘણું કમાઈ લીધું છે. હવે બલિદાનનો સમય છે.
જો આપણે તે ઋણ ચૂકવવા તૈયાર ન હોઈએ, તો મને લાગે છે કે આપણે જે ખાઈએ છીએ તેમાં કીડા પડી જશે.
દરમિયાન કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે,આ નિવેદન ઘણું ગંભીર છે.તમામ કોંગ્રેસીઓએ આ અંગે વિચારવું જોઈએ.તેઓએ ગાંધી અને નેહરુના નામે જે કંઈ કમાયા છે તે જનતાનું છે અને તે જનતાને પરત કરવું જોઈએ.