ધ્રાંગધ્રા, બજાણા અને બનાસકાંઠામાં મળીને કુલ વિવિધ 26 ગુન્હામાં સંડોવાયેલો ખૂંખાર આરોપી ધ્રાંગધ્રા સીટી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં લૂંટના ગુન્હાનો આરોપી ગંભીરસિંહ ઉર્ફે પીન્ટુ મનુભા જાડેજા, રહે-ખજૂરીયા નાની બજાર, ધ્રાંગધ્રાને ગણતરીના કલાકોમાં જ ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો. આ આરોપી ગંભીરસિંહ ઉર્ફે પીન્ટુ મનુભા જાડેજા વિરુદ્ધ કુલ 26 ગુન્હામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 24 ગુન્હા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં અને એક ગુન્હો બજાણા પોલીસ મથકમાં અને એક ગુન્હો બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયેલો છે.આરોપી ગંભીરસિંહ ઉર્ફે પીન્ટુ મનુભા જાડેજા આ કામના સાહેદને છરી વડે ઇજા કરી મોટર સાયકલ અને મોબાઈલની લૂંટ કરી નાસી છૂટ્યો હતો. ત્યારે ધ્રાંગધ્રા ઉુતા જે.ડી.પુરોહિતની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઇ એમ.યુ.મસી, પીએસઆઇ એચ.જી.ગોહિલ, એ.એ.મલેક, બી.જે.સોલંકી, સંજયભાઈ મુંધવા, પ્રતાપસિંહ રાઠોડ, પ્રવિણસિંહ ચાવડા, બ્રિજરાજસિંહ ઝાલા, સરફરાજભાઇ મલેક અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી બાતમી મેળવી ફિલ્મી ઢબે પીછો કરી આરોપી ગંભીરસિંહ ઉર્ફે પીન્ટુ મનુભા જાડેજાને પકડી પાડી મોટર સાયકલ અને મોબાઈલ સહિતનો મુદામાલ રિકવર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઇ એમ.યુ.મસી ચલાવી રહ્યાં છે.