બનાસકાંઠા માં રોબરી ગેંગ ના આરોપીઓ ને ઝડપી પાડવા ભુજ રેન્જ ના મહાઅધિક્ષક અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ સૂચના આપતાં ડીસા તાલુકા પી આઈ એ વી દેસાઈ તેમજ તેમના સ્ટાફ ના માણસો કામેં લાગી વિવિધ ગુન્હા માં સંડોવાયેલા ભેરુસિંગ ભૂરાસિંગ વાઘેલા, રહે ઝેરડા, ડીસા તેમજ ક્રિપાલસિંહ મુલસિંહ રાઠોડ રહે મોમ્બતાનિયા કા તાલા, બાડમેર હાલ રહે ઝેરડા વાળા ને બાતમી ના આધારે ધાનેરા થી ડીસા આવતા હોઈ આખોલ ચારરસ્તા પાસેથી ઝડપી પાડેલ.બન્ને આરોપીઓ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ ગુન્હા નોંધાયેલ હતા. ત્યારે તેમની પાસેથી રૂ 17હજાર રોકડ રકમ કબ્જે કરી જેલ હવાલે કર્યા હતા.

જોકે ડીસા તાલુકા પોલીસ મથક ના પી આઈ એ વી દેસાઈ, પી એસ આઈ એચ એલ ઠાકર, રાજેશભાઈ,વિજયભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ પ્રદીપભાઈ સહીત પોલીસ સ્ટાફ એ જહેમત ઉઠાવી આરોપી ને ઝડપી પાડેલ..