ડીસામાં હાઇવે પર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સદ્દનસીબે આજુબાજુના લોકોએ તરત જ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા જાનહાની ટળી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસામાં હાઇવે પર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગી હતી. શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડી સોસાયટીઓમાંથી કચરો એકઠો કરી હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ગાડીમાં આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને પગલે ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરી તરત જ ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો.
ગાડીમાં આગ લાગી હોવાની જાણ થતા જ આજુબાજુમાંથી પણ લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં ગાડીનો અડધો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો.