સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.૧૮,૦૫૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.