થરાદ શહેરમાં યુવા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મશાલ રેલી જવાહર ચોક થી હનુમાન મંદિર સુધી નીકાળવામાં આવી હતી મશાલ રેલીમા થરાદ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, શહેર પ્રમુખ અજય ઓઝા, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ જિલ્લા ઉપ પ્રમુખ રુપશીભાઈ, થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની જેહાભાઇ હડીયલ હેમજીભાઇ પટેલ વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપુત યુવા મોરચા પ્રમુખ હિતેશભાઈ વાણીયા પિરોમલ ન્જાર ઉમેદભાઈ પરમાર થરાદ શહેર મહિલા મોરચા પ્રમુખ સહિતની મહિલા મોરચાની કાર્યકર્તાઓ સહિત ભાજપના અગ્રણી ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા