પવિત્ર રમજાન માસની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોઝેદારો આકરી ગરમીમાં વહેલી સવારે શહેરી કરી ૧૪ થી ૧૫ કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી નમાજ ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસો સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે કાલોલ સ્થિત મોગલવાડા ખાતે રહેતા શેખ અજરૂદ્દીન ની દીકરી અલમીરાબાનું એ જીંદગી નો પ્રથમ રોજો આંઠ વર્ષ ની નાની ઉંમરમાં પ્રથમ વખત પ્રથમ રોઝો રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પિતા અજરૂદ્દીન અને મમ્મી સિમરન શેખે પોતાની નાની બાળ રોઝેદારને દુવાઓ સાથે શુભેચ્છા આપી અભિનંદન પાઠવી દીકરી માટે દુવા માગી ફૂલહાર થી સ્વાગત કરી પવિત્ર રમજાન મુબારક માસમાં બાળ રાઝેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દાદા દાદી સહિત નાના-નાની મામા સાથે સમગ્ર પરીવારે શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા તેમજ ૧૪ કલાક કરતાં વધારે સમય માટે આટલી કાગજાળ ગરમીમાં રોઝો રાખી ભારત દેશ સહિત વિશ્વભરમાં કાયમી શાંતિ અને સલામતી માટે ખાશ દુવા કરી હતી