યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના બંદોબસ્ત દરમ્યાન SRP જવાનનું હાર્ટ અટેકથી મોત..

-બંદોબસ્તની ફરજ દરમિયાન SRP જવાનનું હાર્ટએટેકથી મોત..

-મૃતક જવાન મૂળ બનાસકાંઠાના ભરવાડાના હતા વતની..

-છાતીમાં દુખાવો ઉપડતા હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા..

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટએટેકથી મોત થવાની ઘટના વધતી જાય છે.આવો જ એક કિસ્સો ડાકોરમાં બન્યો જેમાં SRP ગ્રુપ 10માં ફરજ બજાવતા જવાનનું હાર્ટએટેકના કારણે મોત નિપજયું છે.જવાનને રાત્રી દરમિયાન છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર હેઠળ ખસેડાયા હતા,ત્યા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો છે.