બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસે એક ખેડૂતના ખેતરમાંથી ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે અફીણના ડુંડાની ખેતી ઝડપી એક ઇસમને કુલ રૂ. 56,945 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે અને એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના આંતરિયાળ વિસ્તાર અમીરગઢ પોલીસે અફીણ ડુંડાની ખેતી ઝડપી પાડી છે. જેમાં અમીરગઢ પોલીસને મળતી બાતમી હકીકતના આધારે પોલીસે અમીરગઢના સોનવાડી ગામે લાલા જગાભાઇ ખરાડીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી.
જોકે, મકાઇના વાવેતરની આડમાં માદક પદાર્થ અફીણ ડુંડાનું વાવેતર મળી આવ્યું હતું જેથી પોલીસે કુલ મુદ્દામાલ કબજે કરી ખેતર માલિક લાલા જગાભાઇ ખરાડીની અટકાયત કરી અફીણ ડુંડાનું વજન 4 કિલો 945 ગ્રામ જેટલું જેની કિંમત 45,945 નો મુદ્દામાલ કબજે કરી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.