કાલોલ ની દશાલાડ વાડી ખાતે લક્ષ્મી મહિલા મંડળ દ્વારા ફુલ ફાગ મનોરથ નું આયોજન કરાયુ
શનિવારે સાંજે વૈષ્ણવ આચાર્ય પૂ.પા.ગૌ ૧૦૮ શ્રી રવિ કુમારજી મહારાજ તેમજ વહુજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાપા લાળ વાળી ખાતે હોળીના રસિયા અને ફુલ ફાગ મનોરથ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને વૈષ્ણવો હાજર રહ્યા હતા આ પ્રસંગે મહારાજ શ્રી અને વહુ જી મહારાજ પણ હોળીના રસિયા નું ગાન કર્યું હતું. ગોવર્ધનનાથજી મંદિરના કીર્તનકારો દ્વારા હોળીના રશિયાનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે મહાપ્રસાદજી નું આયોજન જુદા જુદા મનોરથીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.