સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ભાસ્કરપરા ગામેથી જુગાર રમતા સાત ખેલીઓ ઝડપાયા હતા. આ સાતેય શખશોને રેડ દરમિયાન રૂ.14210ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લખતર પોલીસે આ સાતેય શખશો વિરુદ્ધ જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુનાખોરીના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લખતર પીએસઆઇ એન.એ.ડાભીની સુચના મુજબ લખતરના વિઠલગઢ બીટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા તથા અનિકેતસિંહ સિસોદિયા અને મનોજભાઈ પેટ્રોલિંગ હતા, તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ભાસ્કરપરા ગામની અંદર બસ સ્ટેન્ડ પાસે આવેલા વિહત માતાના મંદિરના ચોગાનમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. ત્યારે બાતમીવાળી જગ્યા પરથી તીન પત્તીનો જુગાર રમી રહેલા 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રોહિતભાઈ દયારામભાઈ કુકડીયા ( રહે-ભાસ્કરપરા ), જગદીશભાઈ બુધાભાઈ સોલંકી જાતે દેવીપુજક ( રહે- કુમરખાણ ), જમનભાઈ કમાભાઈ રેથડિયા ( રહે- ભાસ્કરપરા ), વાસુદેવભાઈ ગેમરભાઇ કુકડીયા ( રહે- ભાસ્કરપરા ), મફાભાઈ ધનજીભાઈ દેવીપુજક ( રહે-ભાસ્કરપરા ), નટુભાઈ સોમાભાઈ લોરીયા, ઇકબાલ ગોગા સિપાઈ ( રહે-વિઠ્ઠલગઢ ) સહિત સાતેય લોકોને રેડ દરમિયાન રૂ.14210ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અને જુગાર એકટ ગુનો દાખલ કરી લખતર પોલીસ દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.