ગોધરા : બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા લાયન્સ કલબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્નેહ મિલન અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો.

રક્ષાબંધનથી બધા જ સમાજ જોડાઈ શકે છે અને તન, મન, ધન અને જનનું સંપુર્ણ સુખ મળે છે.- રાજ્યકક્ષામાં મંત્રી નિમિષાબેન સુથાર

બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા લાયન્સ કલબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્નેહમિલન અને દિવ્ય રક્ષાબંધન કાર્યક્રમ બ્રહમાકુમારીઝ સેવા કેન્દ્ર ગોધરા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન પદે રાજય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહયા હતા.જેમનું ગોધરા સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા રાજયોગિની બ્ર.કુ.સુરેખાદીદીએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું અને પવિત્ર દિવ્ય રક્ષાબંધન કરી સોગાત આપી હતી.