ખેડા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૮૯ % ક્ષય રોગના દર્દીઓને સાજા કરવામાં આવ્યા. દરેક દર્દીને સીધા નિયંત્રણ હેઠળ સારવાર આપવામાં આવે છે. હાલમાં ૧૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. 

છેલ્લા ત્રણ વર્ષની વિગતો મુજબ વર્ષ ૨૦૧૯માં કુલ ૨૮૯ માંથી ૨૬૦ (૮૭%) દર્દીઓ, ૨૦૨૦માં ૨૦૮ માંથી ૧૮૫ (૮૯%) અને ૨૦૨૧ૃમાં દવા પૂર્ણ કરી ૨૭૦ માંથી ૨૪૧ (૮૯%) દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે.

ચાલુ વર્ષે ખેડા તાલુકાના ૩૪ દર્દીઓને ન્યુટ્રિશન કીટનું દાતાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું અને ૧૧૫ દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનું આયોજન છે. રાષ્ટ્રીય ક્ષય કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ભારતમાં સારવાર મેળવતા ક્ષય રોગના દર્દીઓ માટે રોકડ ટ્રાન્સફર યોજના અન્વયે અત્યારે ખેડા તાલુકાના દરેક ક્ષયના દર્દીને પોષણ માટે ૫૦૦ રૂપિયા દર મહિને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) થી સીધા જ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.

TB (ટીબી)(ટ્યૂબરક્યુલોસિસ) એક ચેપી રોગ છે, જે સામાન્યતઃ ફેફસાં પર અસર કરે છે. જો કે, એ શરીરના કોઈ પણ ભાગમાં અસર કરી શકે છે.

જ્યારે તમે લાંબા સમયથી અને ખૂબ જ નજીકથી TB વાળી વ્યક્તિના સંપર્કમાં રહ્યા હો (દાખલા તરીકે, એક જ ઘરમાં સાથે રહેતા હો) ત્યારે TB ના ચેપની શકયતા પેદા થતી હોય છે. વિશિષ્ટ ઍન્ટીબાયોટિક દવાઓના નિયત કાર્યક્રમ દ્વારા TBનો ઉપચાર થઈ શકે છે