અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં કેરીના પાકને નુક્સાન થવાની સંભાવના વધી રહી છે ગત વર્ષેના આગલા વર્ષે વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારે આંબાને નુકસાન થી ગત વર્ષે કેરીનો પાક ઓછો જોવા મળ્યો હતો પણ આ વર્ષે હજુ આંબા ડાળે મોર ખીલતા ફૂલ આ વાતાવરણ માં ખરી પડે તેવી સંભાવના જોવા મળે છે.

 ખેડૂતો હજુ ડુંગળી, કપાસ, તેમજ ઘાસચારોનો પાક સાલું હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તારીખમાં વરસાદ પડશે તેવી આગાહી કરતા ખેડૂતો માટે (ભયજનક) ચિંતા નો વિષય બન્યો તેવું લાગી રહ્યું હતું. ધારી, ચલાલા, તેમજ અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.