સુરેન્દ્રનગરના પાણસીણા ગામ નજીક સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડા પાડ્યા છે અને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના સાજણભાઈ વીરાભાઇ વસરા અને તેમની ટીમને માહિતી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીમડી થી આગળ કટારીયા ગામના પાટીયા પાસે એક દૂધનું ટેન્કર પડ્યું હતું.હવે આ દૂધના ટેન્કરની શંકાસ્પદ હાલતમાં તલાસી લેવામાં આવતા દૂધના ટેન્કર માંથી 6314 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી આ અંગે ગુનો દાખલ કરાવ્યો છે. પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હનુમાનરામ નામના યુવકની અટકાયત કરવામાં આવી છે અન્ય ચાર ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ચોટીલા ખાતે દારૂ ભરેલ ટેન્કર લેવા આવનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે આ દારૂ ભરેલું ટેન્કર છે તે ચોટીલા સુધી પહોંચાડવાનું હતું ત્યારબાદ અન્ય ઈસમો આવી અને આ ટેન્કર લઈ જવાના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જોકે આ અંગે હવે વિઝીલિન્સ ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને આ દરોડામાં એક ઈસમની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક પોલીસ સુતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે વધુ એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડો પાડ્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કુલ 54.35 લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચોટીલા ખાતે આ દારૂ લેવા આવનાર યુવક કોણ હતો તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઇવે દારૂ હેરાફેરીનું જાણે એપિક સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ અંગે હવે સુરેન્દ્રનગર પોલીસ કામગીરી સામે સવાલ ઊભા થતાં હવે વીજળીની ટીમો દરોડા પાડી રહી છે અને આ અંગે કાર્યવાહી પણ હાથ ધરી રહી છે ત્યારે વધુ એક વખત અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર દારૂ ભરેલી ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે.