રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પક્ષો વચ્ચે જાહેરાતની હોડ લાગી છે, ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સક્રિય થયેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ સક્રિય બની છે ચૂંટણી પહેલા જાહેરાતોની હારમાળ લગાવી છે સત્તાપક્ષ હોય કે વિપક્ષ મતદારોને આર્કષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓના રાજીનામનું દૌર યથાવત જોવા મળી રહ્યો છે તે વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર 2022માં કોંગ્રેસની જીતનો દાવો કરી રહ્યા છે જેમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરાઇ છે જગદીશ ઠાકોરે કહ્યુ કે કોંગ્રેસ સત્તામાં આવશે તો 3 લાખ સુધી ખેડૂતોનો દેવો માફ કરશે ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ આપીશું તેમજ ખેડૂતોને 10 કલાક વિનામુલ્યે વીજળી આપવાની વાત કરી છે ગુજરાતમાં જમીન માપણીના નામે જે જમીન કૌભાંડ થયા છે એની માપણી રદ કરીને સાચી માપણી કરવાનું બાંયધરી આપી છે

ગુજરાતના દરેક તાલુકાઓમાં ખેડૂત સહાય કેન્દ્ર ઉભું કરીશું શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડીશું, મોઘવારીને નિયંત્રણમાં લાવીશું ચૂંટણીને લઇ હવે તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા જનતા માટે વિવિધ જાહેરાત કરવામાં આવી રહી છે બીજી તરફ સત્તાપક્ષ ભાજપ દ્રારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યો છે એટલે તમામ રાજ્કીય પાર્ટીઓ જાહેરાતની ભરમાર લગાવી લોકોને રિઝવવાનો પ્રયાસો કરી રહી છે